રાકેશ રાજદેવની નવરાત્રી
શ્રીમાન રાકેશ રાજદેવ અને શ્રીમતી રૂપલબેન રાકેશ રાજદેવ કઈ રીતે નવરાત્રી ઉજવે છે?
સ્નેહપૂર્ણ ઉછેર
દરેક વ્યક્તિના જીવનમાં સ્નેહપૂર્ણ ઉછેર ખૂબ મહત્વ ધરાવે છે. માતા-પિતા અમુક પરિસ્થિતિમાં કેવી પ્રતિક્રિયા આપે છે બાળકો તેના પરથી શીખે છે. જે તેઓને જીવનના પડકારોનો સામનો કઈ રીતે કરવો તે શીખવે છે અને તેમના જેવી જીવન જીવવાની રીતોને પણ અપનાવે છે.
સ્વર્ગસ્થ પ્રતાપરાયજી રાજદેવ અને વિમળાબેન રાજદેવ, જેમણે તેમની ઉદાર ભાવનાથી લોકોના દિલો પર રાજ કર્યું હતું, તેઓ આદર્શ માતા-પિતા હતા, તેઓની સંવેદના અને લોકો સાથે જોડાવાની ક્ષમતા નોંધપાત્ર હતી. તેમના પુત્ર રાકેશ રાજદેવ માટે તેમણે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

તહેવારો અને બાળકો

તહેવારો એવા મહત્વના પ્રસંગો છે કે જે તમને લોકોની નજીક લઈ જવામાં સહાય કરે છે અને એ સમયે તમે લોકોની સાથે સારો એવો સમય પસાર કરી શકો છો. ઓછા અધિકારો પ્રાપ્ત કરેલા લોકો/વંચીતો વિશેષાધિકાર ધરાવતા લોકોની જેમ કાર્યક્રમોની ઉજવણી કરી શકતા નથી. જ્યારે શ્રીમાન રાકેશ રાજદેવજી અને શ્રીમતી રૂપલ રાજદેવ, બાળકોને પ્રસંગો ગૌણ ન લાગે અને પ્રસંગોને સારી રીતે માણી શકે તેવા પ્રયાસો કરે છે.
શ્રી રાકેશ રાજદેવજી વંચીતોને સતત મદદરૂપ થઈ રહ્યા છે અને આ વિશ્વને તેમના માટે સુરક્ષિત સ્થળ બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. તેઓ તેમના ચહેરા પર સ્મિત લાવે છે, તેમની જીવવાની ઈચ્છા જાગૃત કરે છે. તેમની અદ્ભુત અને સહાયક પત્ની રૂપલ રાજદેવ સાથે વંચિત સમુદાયના બાળકો માટે વિશેષ કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજીને જીવન કેવું સુંદર છે તે સમજાવવામાં મદદ કરે છે.
નવરાત્રી: કોવિડ-૧૯ પહેલા અને પછી
કોવિડ-૧૯ (કોરોના) એ દુનિયા ઉપર કબજો જમાવ્યો ત્યારે ગરીબીમાં મોટાપાયે વધારો થયો હતો. કોરોના પહેલા શ્રી રાકેશ રાજદેવ અને શ્રીમતી રૂપલબેન રાકેશ રાજદેવ નવરાત્રી દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરતા હતા જે બધાજ સમુદાયના બાળકો માટે ખુલ્લા હતા. તેઓએ અદ્ભુત વાનગીઓ બનાવીને રાત્રિભોજન ના પ્રોગ્રામોનું આયોજન કર્યું હતું, જેમાં બાળકો એક જ ટેબલમાં સાથે બેસીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણતા હતા. બાળકોના ચહેરા પરનું સ્મિત અને તેઓ અન્ય બાળકો સાથે ખરેખર કેટલા ખુશ હતા તેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી!
જો કે, આવા કાર્યક્રમોનું આયોજન કોરોના આવ્યા પછી પણ અવિરત શરૂ રહ્યું હતું. શ્રી રાકેશ રાજદેવ અને શ્રીમતી રૂપલ રાજદેવ દરેક બાળકોને તહેવારોની ઉજવણી કરવાનો સંપૂર્ણ અધિકાર છે એમ તેઓ બંને માને છે અને આનંદની બધી જ પ્રવુત્તિઓ માણવા માટે અમ્યૂઝમેન્ટ પાર્કથી વધુ સારી જગ્યા બીજી કઈ હોઈ શકે. આ વર્ષે તેઓ રાજકોટ (ગુજરાત, ભારત) ખાતે આવેલા “ફન વર્લ્ડ” નામના અદભૂત એમ્યુઝમેન્ટ પાર્કમાં વંચિત સમાજના આશરે ૫૦૦૦ થી ૭૦૦૦ બાળકોને લઈને ગયા હતા અને વિવિધ સ્પર્ધાઓ યોજી હતી.. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનવા બદલ ઇનામો આપવામાં આવ્યા હતા તથા અદભૂત સંચાલનને કારણે આ કાર્યક્રમ સફળ નિવડ્યો હતો.
વંચીતો સાથે તહેવારોની ઉજવણી
ફન વર્લ્ડમાં ઘણી બધી પ્રવૃત્તિઓ હતી જેવી કે હોરર હાઉસ, ૩D-૪D થિયેટર, જંગલમાં રખડવું, અરિસાની ભુલભુલામણી અને બીજી ઘણી બધી. આ ઉપરાંત, બધી રાઈડો તદ્દન મફત હતી તથા નાસ્તાઓ અને મીઠાઈઓ કોઈને પણ બાકી રાખ્યા વગર દરેકને મફતમાં વહેંચવામાં આવી હતી. દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે, જેથી બાળકોને પણ સ્કૂલ બેગ્સ, નાસ્તા બોકસીસ, પાણીની બોટલ્સ વગેરે ભેટમાં આપ્યા હતા જે મોટા પ્રમાણમાં ત્યાં હતા. આ વિતરણ રાકેશ રાજદેવના સ્વ. માતા વિમળાબેન વતી કરવામાં આવ્યું હતું.
“પરંપરાગત શ્રેષ્ઠ પોષાક”, “બેસ્ટ ગરબા ડાન્સર” અને “બેસ્ટ રંગોળી” જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ ભાગ લઈને અદ્ભુત સમય માણ્યો હતો કારણ કે તેઓ વિજેતા બનીને ઘણા બધા ઇનામો જીત્યા હતા. દિવસને યાદગાર બનાવવા માટે ડીજે પણ બોલાવવામાં આવ્યું હતું. કેટલીક બાળાઓએ અર્વાચીન ગરબા કે જે કેટલાક અનોખા મૂવ્સ સાથે પરંપરાગત ભારતીય નૃત્ય છે તે પણ રજૂ કર્યા. એ દિવસો ખરેખર તેમના જીવનના શ્રેષ્ઠ દિવસો બન્યા હશે! શ્રીમાન રાકેશ રાજદેવ અને શ્રીમતી રૂપલબેન રાકેશ રાજદેવના અગણિત પ્રયાસોને કારણે આ પ્રસંગ સફળ રહ્યો હતો.
દરેકના ચહેરાઓ ખુશીથી ચમકી ઉઠયા હતા અને તે માત્ર શ્રીમાન રાકેશ રાજદેવ અને શ્રીમતી રૂપલબેન રાકેશ રાજદેવના અથાગ પ્રયાસો થકી શક્ય બન્યું હતું. તેઓએ તેમનો હેતુ સિદ્ધ કર્યો હતો. તેમની દયાભાવના આપણને એ શીખવે છે કે તમે ભલે દુનિયાના ગમે તે છેડા પર હો, પરંતુ આપણે ઓછા નસીબદાર લોકો વિષે વિચારવું જોઈએ અને તેમને એવા લોકો તરીકે ગણવા જોઈએ કે જેઓ સુખ, પ્રેમ, કાળજી અને કરુણાને પાત્ર છે.
